ઇતિહાસ
દેવભૂમિ દ્વારકા જિલ્લો એ ભારતનો એક જિલ્લો છે જે ગુજરાત રાજ્યમાં કચ્છના અખાતના દક્ષિણ કિનારે આવેલો છે. તેનું મુખ્ય મથક જામખંભાળિયા શહેરમાં આવેલું છે. જામનગર જિલ્લામાંથી 15 ઓગસ્ટ, 2013ના રોજ જિલ્લાની રચના કરવામાં આવી હતી.
જિલ્લામાં 4 તાલુકાઓ છે:
દ્વારકા
ભાણવડ
કલ્યાણપુર
ખંભાળિયા (જામખંભાળિયા)